Borewell subsidy Yojana 2024 : બોરવેલ કરવા માટે ₹50,000ની સબસીડી

Borewell subsidy Yojana 2024 : બોરવેલ સબસીડી યોજનામાં બાગાયતી વિભાગ તરફથી ખેડૂતોને બોરવેલ બનાવવા માટે રૂ. 50,000 સુધીની સબસિડી લાભ મળે છે. ગુજરાત સરકાર દ્રારા નવી યોજના જાહેર કરવામાં આવેલ છે. બોરવેલ સબસીડી  યોજનાનો લાભ લેવા માટેના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. જો તમે બોરવેલ સબસીડી યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે ફોર્મ ભરીને આ યોજનો લાભ લઈ શકો છો.

ઉમેદવાર બોરવેલ (દાર) બનાવવા માંગતો હોય પરંતુ આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો આ યોજના દ્રારા તમે ફાયદો મેળવીને તમારા ખેતરમાં પાણીની સુવિધા કરી શકો છો. ગુજરાત સરકાર દ્રારા જાહેરાત કરવામાં આવેલ બોરવેલ સબસીડી યોજના વિશે વિગતવાર સંપૂર્ણ જાણકારી નીચે આપેલ છે તે ધ્યાનપૂર્વક વાંચીને ઉમેદવારોએ અરજી કરવા વિનંતી. 

  • બોલને સબસીડી યોજનામાં અગત્યના દસ્તાવેજો .
  • આ યોજનાનો લાભ કઈ તારીખ સુધી લઈ શકાય. 
  • અરજી અથવા ફોર્મ ભરવાની માધ્યમ.

Borewell subsidy Yojana 2024

  • સરકાર દ્રારા સબસીડી યોજનાનું હેતુ બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પાણીની સુવિધા કરી આપવાનો છે. તેથી સરકાર દ્રારા બોરવેલ સબસીડી યોજના મારફતે ખેડૂતોને 50,000 રકમ  સુધીની મદદ આર્થિક રીતે કરવામાં આવશે.
  • આ યોજનાનો ફાયદો ઓફિસિયલ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરીને લઈ શકે છે, આ યોજનાનો લાભ લેવા માટે તમારે કેટલાક નિયમોનું અનુશરણ કરી તમે આજનો લાભ લઈ શકો છો. 

Borewell subsidy Yojana માપદંડ અને શરતો શું છે ?

  • સરકાર દ્રારા બહાર પાડવામાં આવેલ  બોરવેલ સહાય યોજના એ ગુજરાત રાજ્યમાં રહેતા લોકોને જ મળી શકે છે.
  • બોરવેલ સહાય યોજનાનો લાભ માત્ર ઓઇલ પામનું વાવેતર કરતા હોય તેવા  ખેડૂતો માટે જ છે આ યોજના તરફથી 50,000 રૂ.ની નાણાકીય રીતે ખેડૂતને સહાય કરવામાં આવશે. 
  • ખેડૂતો આ યોજનાનો ફાયદો માત્ર એક જ વાર લઈ શકે છે. 
  • બોરવેલ સહાય યોજના નો ફાયદો મેળવનાર ખેડૂત પાસે અગત્યના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. 
  • બોરવેલ સહાય યોજના તરફથી ઓઇલપામની ખેતી કરતા ખેડૂતો ને જ બોરવેલ કરવા માટે જે ખર્ચો થતો હોય તેમાં થી 50% અથવા તો 50,000 રકમની સબસીડી 2 માંથી કોઈ એક જે ઓછો હશે તે મળવા પાત્ર રહેશે. વધારે માહિતી માટે તમે સત્તાવાર જાહેરાત વાંચો.
  • દાખલા તરીકે: ખેડૂતને બોરવેલ કરાવતા 90, 000 રકમ થયા છે સરકાર તરફથી ખર્ચાના 50% એટલે કે 45 હજાર રૂપિયા સબસીડી મારફતે ખેડૂત અને આપવામાં આવશે. 
  • પણ જો બોરવેલ કરાવવામાં 1.5 લાખ જેટલી રકમ ખર્ચ થાય તો 50% નહીં મળે પરંતુ 50,000 રકમ સબસીડી તરીકે મળશે .વધુમાં વધુ ખેડૂતને 50,000 ની સબસીડી આ બોરવેલ યોજના દ્રારા લાભ આપવામાં આવે છે. આપવામાં આવશે. 

અગત્યના દસ્તાવેજ

  • ઉમેદવારનો જાતિનો દાખલો. 
  • ઉમેદવાર દિવ્યાંગ હોય તો દિવ્યાંગ તા નો દાખલો 
  • ઉમેદવારની જમીનના દસ્તાવેજ જેમકે 7/12 અને 8અ
  • આધારકાર્ડ ની નકલ 
  • બેંક ની પાસબુક 
  • ઉમેદવારની જમીન ભાગ્યા માં હોય તો  બંને નું  સંમતિપત્ર 

મહત્વની તારીખો 

ફોર્મ ભરવાની શરુ તારીખ 01/12/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/12/2024

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સબસીડી યોજના તારીખ : 01/12/2024 થી 15/12/2024 છેલ્લી તારીખ પહેલા ઓફિસિયલ ખેડૂત પોર્ટલ પર વિઝીટ કરી ઓનલાઈન અરજી અથવા તો ફોર્મ ભરવાનું રહેશે 

અરજી કઈ રીતે કરવાની

અરજી કરવાની બધી જ પ્રોસેસ નીચે પ્રમાણે છે.

આ સબસીડી નો ફાયદો લેવા માટે ઓનલાઇન અરજી કરવાનું રહેશે. 

  • પહેલા તો google પર જઈને ઓફિસિયલ ખેડૂત પોર્ટલ સર્ચ કરી ખોલો.
  • ખેડૂત પોર્ટલ પર યોજના નું નામ જોઈ એના પર ક્લિક કરો. 
  • હવે ત્યાં નવું પેજ જોવા મળશે ત્યાં બાગાયતી યોજના માટે એક ઓપ્શન જોવા મળશે ત્યાં જાઓ 
  • ત્યાર પછી નવા પેજ પર તમને ફળોના પાકો અને રોપણ નો એક વિભાગ જોવા મળશે .
  • ત્યાં નીચે ,બોરવેલ ,પંપ સેટ , વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર, જે ઓપ્શન જોવા મળશે. 
  • બોરવેલ પર ક્લિક કરો.
  • ત્યારબાદ તે યોજના વિશેનું સંપૂર્ણ વિગતવાર માહિતી સાથે એક પેજ ફુલેલું દેખાશે. 
  • અહીં હવે અરજી ઓપ્શન પર ક્લિક કરીને . બગાડી જાવ. 
  • હવે પેજમાં માંગેલ માહિતી શાંતિપૂર્વક દાખલ કરો. 
  • ત્યારબાદ માંગે ડોક્યુમેન્ટ સબમીટ કરો. 
  • હવે દાખલ કરેલી માહિતી અને સમિટ કરેલા ડોક્યુમેન્ટ એક વાર ધ્યાનપૂર્વક ચેક કરી લો. 
  • ત્યારબાદ સમિટ બટન પર ક્લિક કરો તેથી તમારી સક્સેસફુલ અરજી થઈ જશે.
  • આમ તમે ઓનલાઇન અરજી કરીને આ બોરવેલ સહાય યોજના મેળવી શકો છો.

મહત્વની લીંક

ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહિ ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ અહિ ક્લિક કરો

આ પણ વાંચો : Gujarat farmer registry : ખેડૂત id કાર્ડ બનાવો

3 thoughts on “Borewell subsidy Yojana 2024 : બોરવેલ કરવા માટે ₹50,000ની સબસીડી”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!