આધાર કાર્ડ ફ્રી અપડેટ : Last chance of Aadhaar card free update will end soon

Aadhaar card free update : ભારત સરકાર દ્વારા દેશના તમામ નાગરિકોને ઓળખ પત્ર માટેનું આધાર કાર્ડ આપવામાં આવ્યો છે. આ આધાર કાર્ડ ઓનલાઇન અથવા ઓફલાઈન રીતે અપડેટ કરાવવાનું હોય છે. સરકાર દ્વારા લોકોને 10 વર્ષમાં એક વખત આધાર અપડેટ કરાવવાનું હોય છે. 

આધાર કાર્ડ ફ્રી અપડેટ

જો તમારો આધાર કાર્ડ 10 વર્ષમાં અપડેટેડ નથી તો UIDAI દ્વારા આધાર કાર્ડ બંધ અથવા કેન્સલ થઈ શકે છે. ભારત સરકાર દ્રારા 24 ડિસેમ્બર 2024 સુધીમાં aadhar card update online અથવા offline રીતે અપડેટ કરાવવાનું છે. જેમાં તમારું નામ, સરનામું, જન્મ તારીખ , બાયોમેટ્રિક, અને આઇરિસ જેવી બધી જ ઓળખ ની માહિતી હોય છે. 

 Aadhaar card free update ; સરકાર દ્રારા નાગરિકોને તેનું આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ઓનલાઇન રીતે પણ અપડેટ કરવાની સુવિધા આપવામાં આવી છે જે સંપૂર્ણપણે નિશુલ્ક છે. જે લોકોએ છેલ્લા 10 વર્ષથી પોતાનું આધાર કાર્ડ ની વિગતો અપડેટ નથી કરી તેની માટે આ મહત્વપૂર્ણ અને સુવર્ણ તક છે. તારીખ 14 ડિસેમ્બર 2024 સુધીમાં આ મફત સેવાનો લાભ મેળવી મેળવી શકો છો. આ આધાર કાર્ડ અપડેટેડ હોવું ખૂબ જ જરૂરી છે કારણ કે હાલના સમયમાં આવતી નવી ભરતી યોજનાઓ તથા સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ખૂબ જ જરૂરી દસ્તાવેજ ગણવામાં આવે છે. 

આધાર અપડેટ કરવું શા માટે જરૂરી છે?

આધારકાર્ડ નો ઉપયોગ હાલ બધી જ જગ્યાએ ઉપયોગ થાય છે. જે તમારી ઓળખ અને સરનામાની ઓળખ પૂરી પાડે છે. આ આધાર કાર્ડ સરકારી અને બિન-સરકારી સેવાઓ માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારી દસ્તાવેજો માટે જેવા કે પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ જેવા ડોક્યુમેન્ટ બનાવવા માટે પ્રથમ આધાર કાર્ડની જરૂરિયાત હોય છે. જો તમે બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવા માટે જાવ છો તો ત્યાં પણ પ્રથમ આધાર કાર્ડનો ઉપયોગ થાય છે. બેંકોમાં KYC પ્રક્રિયા માટે પણ આધાર કાર્ડ જરૂરી છે. આ સિવાય જો તમે બેંકમાં લોન તથા બેંકની લોકર સુવિધા માટે પણ આધાર કાર્ડ જરૂરી દસ્તાવેજ છે. જો તમે ફોન માટે સીમકાર્ડ ખરીદવા જાઉં છો. તો ત્યાં પણ ઓળખ અને સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડ આપવુ જરૂરી છે. 

સરકારી યોજનાઓમાં આધાર કાર્ડ નો ઉપયોગ

સરકારી યોજનાઓમાં આધાર કાર્ડ નો ખુબજ મહત્વપૂર્ણ ભાગ હોય છે એટલે કે સરકારી યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. 

  • સબસીડી યોજનાઓ જેવી કે એલપીજી ગેસ સબસીડી, પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી બચત યોજના માં આધાર કાર્ડનો ઉપયોગ થાય છે. 
  • વૃદ્ધાવસ્થામાં પેન્શન મેળવવા માટે અને લોક કલ્યાણ ની યોજના નું લાભ મેળવવા માટે આધાર કાર્ડ નો ઉપયોગ થાય છે. 
  • નાણા અને બેંકમાં તથા પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડનો ઉપયોગ થાય છે. 
  • ઓનલાઇન નાણાકીય વ્યવહારમાં પણ આધાર કાર્ડ ના ઉપયોગ થાય છે. 
  • પેન્શન પ્રોવિડન્ટ ફંડ અને એફડી માટે પણ આધાર કાર્ડ નો ઉપયોગ થાય છે. 
  • વાહન ખરીદવા માટે તથા વીમા ખરીદવા માટે આધાર કાર્ડ નો ઉપયોગ થાય છે. 

શૈક્ષણિક સંસ્થાઓમાં આધાર કાર્ડ નો ઉપયોગ

  • શૈક્ષણિક રીતે પણ આધાર કાર્ડનો ઉપયોગ થતો જોવા મળે છે. જેમાં શાળાઓમાં પ્રવેશ માટે આધાર કાર્ડ મહત્વપૂર્ણ ભાગ લે છે. 
  • શૈક્ષણિક લાભ મેળવવા માટે પણ આધાર કાર્ડ ઉપયોગ થાય. 
  • શિષ્યવૃત્તિ અને અન્ય સરકારી લાભ માટે આધાર કાર્ડ નો ઉપયોગ થાય છે. 
  • વાહલી દીકરી જેવી યોજના માટે પણ આધાર કાર્ડ નો ઉપયોગ થતો જોવા મળે છે. 
  • ઉચ્ચકક્ષા ની સ્કોલરશીપ ની પરીક્ષા આપવા માટે પણ તેના રજીસ્ટ્રેશનમાં આધાર કાર્ડ નો ઉપયોગ થતો જોવા મળે છે. 

આરોગ્ય સેવાઓમાં આધાર કાર્ડ નો ઉપયોગ

  • આયુષ્માન ભારત જેવી યોજનામાં પણ આધાર કાર્ડનો ઉપયોગ થાય છે જે વ્યક્તિના માંદગી સમયે હોસ્પિટલમાં સહાય માટે તેનો ઉપયોગ થાય છે. 
  • ભૂતકાળમાં આવેલ મહા બીમારી કોરોના જેવા રોગ ની રસીકરણ માટે પણ અને રસીના પ્રમાણપત્ર મેળવવા માટે આધાર કાર્ડ થી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી બન્યું હતું. 
  • સરકારી રોજગાર અને સરકારમાં કરવેરા ભરવા માટે પણ આધાર કાર્ડ જરૂરી દસ્તાવેજ રહ્યું છે. 
  • કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે EPFO જે સંગઠન હેઠળ રજીસ્ટર આંતરરાષ્ટ્રીય કર્મચારી દ્વારા છૂટ આપવામાં આવેલ છે. આ કર્મચારી ભારતમાં કામ કર્યા પછી પોતાના નિવાસ્થાને ચાલ્યા ગયા હોય તો આધાર કાર્ડ લઈ શકતા નથી. આ અંતર્ગત ભારતી ઓ એ પણ પણ વિદેશમાં પોતાની નાગરિકતા મેળવેલ હોય છે. જે 58 વર્ષની ઉંમરે પહોંચતા ત્યાંથી પેન્શન ના પાત્ર પણ બની શકે છે અને આ સુવિધા ભારત સરકાર પણ વિદેશી નાગરિકોને આપતી હોય છે. 
  • મુસાફરીઓ કરવા માટે અને તેની ટિકિટો બુક કરવા માટે આધાર કાર્ડનો ઉપયોગ થાય છે. 
  • આ સિવાય રેલવેમાં , બસમાં, એરલાઇનની ટિકિટ બુક કરવા માટે ઓળખ કાર્ડ માટે આધાર કાર્ડનો ઉપયોગ થાય છે. 

ડિજિટલ સેવાઓમાં આધાર કાર્ડ નો ઉપયોગ

  • ડિજિટલ લોકર જેવી એપ્લિકેશન ભારત સરકાર દ્વારા નિર્મિત કરવામાં આવે છે જેમાં બધા જ દસ્તાવેજો સંગ્રહિત કરવામાં આવે છે. જે 100 % સુરક્ષિત છે. 
  • ઓનલાઇન કેસલેસ વ્યવહાર માટે બેંકો દ્વારા પ્રથમ આધાર કાર્ડ થી google pay, paytm જેવી એપ માં લોગીન માટે આધાર કાર્ડ નો ઉપયોગ થાય છે. 
  • આ આધાર કાર્ડ ડિજિટલ રીતે અપડેટ કરવા માટે 
  • aadhar update કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024 સરકાર દ્રારા જાહેર કરવામાં આવી છે. તેમ છતાં તમે myAadhar પોર્ટલ દ્રારા પણ તમે આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. 
  • આધાર કાર્ડ અપડેટ કરવા માટે 50 કે ₹100 ની ફી લેવામાં આવે છે. આ સુવિધા ખાસ કરીને જે લોકો 10 વર્ષ થી આધાર કાર્ડ અપડેટ કરાવેલ ના હોય તો આપી ભરવા પાત્ર છે. 
  • નાના બાળકોને પ્રથમ વખત નિશુલ્ક રીતે આધાર કાર્ડ બનાવી આપવામાં આવે છે. 

આ રીતે આધાર ઓનલાઈન અપડેટ કરો

  • આધાર કાર્ડ ઓનલાઇન અપડેટ કરવાની પ્રક્રિયા સરળ અને પદ્ધતિસર છે. છે નીચે આપેલ UIDAI દ્વારા આપેલ વેબસાઈટ પર જઈને આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. 
  • myaadhaar.uidai.gov.in વેબસાઈટ પર જઈને પહેલા તમારા આધાર કાર્ડ નંબર દાખલ કરી લોગીન કરો. 
  • આ વેબસાઈટ તમને આધાર કાર્ડ ઓનલાઇન રીતે સુધારા વધારા તથા ડોક્યુમેન્ટ અપડેટ કરવાની સુવિધા આપે છે. 
  • અહીં તમે તમારે નામ, સરનામું, જન્મ તારીખ, જેન્ડર જેવી માહિતી દાખલ કરી શકો છો અથવા સુધારી શકો છો. 
  • આ માહિતી અપડેટ કરવા માટે માન્ય દસ્તાવેજો PDF format કે JPG file થી અપલોડ કરી શકો છો. 
  • નામ અપડેટ કરવા માટે ઓળખનો પુરાવા તરીકે પાનકાર્ડ અથવા પાસપોર્ટ જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવા. 
  • સરનામું બદલાવું હોય તો વીજળી બિલ, બેંક નું સ્ટેટમેન્ટ અથવા ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવા. 
  • સુધારા વધારા કરવા માટે દસ્તાવેજ તમારા નામના હોવા ખૂબ જ જરૂરી છે. 
  • સુધારાની કે અપડેટ ની પ્રક્રિયા કર્યા બાદ પ્રથમ ચકાસણી કરવી ત્યારબાદ ઓનલાઇન ફી ની ચૂકવણી કરવી જે માત્ર ₹50 ફી ચૂકવવી. 
  • ચુકવણી થયા બાદ એકનોલેજમેન્ટ સ્લીપ ડાઉનલોડ કરવી. 
  • અને સમયસર વેબસાઈટ પર જઈને અપડેટ સ્ટેટસ ચેક કરવું. 

ઉપરોક્ત માહિતી દ્વારા આપણને જાણવા મળે છે કે આધાર કાર્ડ એ સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ જરૂરી ઓળખ પત્ર છે. જેમાં માહિતી સાચી હોવી ખૂબ જ જરૂરી છે અને આધાર કાર્ડ અપડેટેડ હોવું જરૂરી છે.

મહત્વની લીંક

ઓફિશિયલ વેબસાઈટ અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

1 thought on “આધાર કાર્ડ ફ્રી અપડેટ : Last chance of Aadhaar card free update will end soon”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!