PM Awas Yojana New List 2024

PM Awas Yojana New List 2024 : ભારત સરકાર નાગરિકો માટે અવારનવાર તેઓના હિત માટેની અનેક યોજનાઓ બહાર પાડતી રહે છે. કેન્દ્ર સરકાર દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ પરિવારોને રહેઠાણ આપવા માટે કાયમી મકાનો મળી રહે તે માટેની પીએમ આવાસ યોજના શરૂ કરેલ છે. જે વ્યક્તિઓએ તાજેતરમાં પીએમ આવાસ યોજના હેઠળ અરજી કરી હતી તેઓ માટે નવી લાભાર્થી યાદી જાહેર કરવામાં આવી છે. 

જેણે પીએમ આવાસ યોજનાના આ લાભો મેળવવા અરજી કરી હોય અને તેનું નવું લિસ્ટ જોવા માંગતા હોય તો તેની સંપૂર્ણ માહિતી નીચે જણાવેલી છે. તે જાણવા માટે સ્ટેપ બાય સ્ટેપ ની પ્રક્રિયા આપેલી છે. તેવી રીતે આગળ વધશો તો અચૂક તમે જાણી શકશો. 

PM Awas Yojana : પીએમ આવાસ યોજના યાદી શું છે? 

કેન્દ્ર સરકાર Pm awas yojana હેઠળ ગરીબ પરિવારોને તેમના રહેઠાણ માટે કાયમી મકાનો બનાવવા ₹1,20,000 ની આર્થિક સહાય આપે છે. જે પરિવારોએ તાજેતરમાં અરજી કરી હતી તે લાભાર્થીઓનું નવું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. 

જે ઉમેદવારોએ અરજી કરી હતી તેઓના તમામ દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર કરે છે. આ યાદીમાં નામ શોધવા માટે અરજદારને તેના આધાર કાર્ડની જરૂર પડશે અને આ યાદી ઉપરથી તેઓ જાણી શકશે કે તેઓનું નામ આ લિસ્ટમાં છે કે નહીં. નવું લિસ્ટ જોવા માટે પીએમ આવાસ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવું પડશે. https://pmaymis.gov.in/

PM Awas Yojana 2024 Overview

આર્ટિકલનું નામ PM Awas Yojana New List 2024
યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના
શરૂ કર્યું કેન્દ્ર સરકાર દ્વારા
લાભાર્થી દેશના ગરીબ પરિવારો
ઉદ્દેશ્ય દેશના શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં ગરીબોને પક્કા મકાન પ્રદાન કરવું
લાભ  ગરીબ નાગરિકોને પક્કા મકાન બનાવવા માટે આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવી
યાદી ચકાસોOnline
અધિકૃત વેબસાઈટhttps://pmaymis.gov.in/

PMAY લાભાર્થી યાદી 2024 ની વિશેષતાઓ

જે પરિવારો આ યોજનાનો લાભ મેળવવા યોગ્ય પાત્રતા ધરાવતા હોય ફક્ત તેઓના જ આ યાદીમાં નામ સામેલ છે. આ નવી યાદીમાં જે અરજદારનું નામ હશે તેઓને શક્ય તેટલી વહેલી તકે નાણાકીય સહાય આપી દેવામાં આવશે. આ યોજનાનો હેતુ એ જ છે કે જે નાગરિકો નબળા વર્ગના છે તેઓને કાયમી રહેઠાણ પૂરું પાડવું. 

કેન્દ્ર સરકારનો મુખ્ય લક્ષ્યાંક એ જ છે કે શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં બે કરોડ જેટલા પાકા મકાનો બનાવીને નબળા પરિવારોને મદદરૂપ થવું. જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા પાત્રતા ધરાવતા હોય તો ઓનલાઇન અરજી કરી શકો છો અને પોતાનું મકાન બનાવવા માટે નાણાકીય સહાય મેળવી શકો છો. પીએમ આવાસ યોજનાનો લાભ એ પરિવારોને આપવામાં આવે છે કે, જેઓ નબળા ઓછી આવક ધરાવતા અને મધ્યમ આવક જૂથમાં સામેલ હોય. 

PM Awas Yojana નવી યાદીમાં લાભાર્થીઓ તેમનું નામ કેવી રીતે જોઈ શકે?  

આ યોજના દ્વારા બહાર પાડવામાં આવેલ નવી સૂચિ 2024 માં તમારું નામ જોવા માંગતા હોય તો નીચે મુજબ આપેલા પગલાંને અનુસરો:

  • સૌ પ્રથમ PM આવાસ યોજના ની અધિકૃત વેબસાઇટ પર જવું પડશે.
  • તેનુ હોમ પેજ ખુલશે ત્યાં Awassoft ના વિકલ્પ પર ક્લિક કરો. 
  • ત્યારબાદ Beneficiary Details For Verification ના વિકલ્પ પર ક્લિક કરો. 
  • તેમાં માંગેલી વિગતો ભરો.જેમ કે , રાજ્ય, જિલ્લો, બ્લોક, ગ્રામ પંચાયત, નાણાકીય વર્ષ વગેરે.
  • આ તમામ વિગતો ભર્યા બાદ કૅપ્ચા કોડ દાખલ કરીને Submit બટન પર ક્લિક કરો. 
  • ત્યારબાદ ,જે લાભાર્થીઓને PM આવાસ યોજનાના લાભ મળ્યો હશે તેમની યાદી ખુલશે.
  • આ નવી યાદીમાં તમારું નામ શોધી શકો છો. જો તમારું નામ આ યાદીમાં સામેલ હશે , તો આ યોજનાનો લાભ મળશે. 

કેવી રીતે અરજી કરવી?

જો તમે પીએમ આવાસ યોજના નો લાભ મેળવવા માટે અરજી કરવા માંગતા હોય તો , તમારા ગામના પંચાયતના વડા, વોર્ડ સભ્ય અથવા હાઉસિંગ સહાયક તથા બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરની મદદ લઈને અરજી કરી શકો છો. આ અરજી તમારે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરને લેખિતમાં સબમીટ કરવી પડે છે. 

ત્યારબાદ આ અરજી પ્રક્રિયા હાઉસિંગ સહાયક દ્વારા ઓનલાઇન અરજી થયા બાદ પૂર્ણ થાય છે. તેના પછી તમારુ ફિઝિકલ વેરિફિકેશન થાય છે. અને તમારા બેંક ખાતામાં પ્રથમ હપ્તો ₹40,000 જમા કરવામાં આવે છે. તેથી તમે તમારા મકાનના પાયાનું કામ શરૂ કરી શકો. જે બાકી રહેલા પૈસા તમારા ખાતામાં ત્રણ હપ્તા દ્વારા સમયાંતરે સરકાર દ્વારા જમા કરવામાં આવશે. 

Important Links

Offical websiteઅહીં ક્લિક કરો
Check Name In Listઅહીં ક્લિક કરો
Application Statusઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!