સરકાર દ્વારા 1.10,000 લાખ રૂપિયા ની સહાય કરતી યોજના વિશે જાણકારી મેળવો ,તેમજ તે યોજનાનો લાભ કઈ રીતે મળશે.?સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નવી યોજના જેવી કે ગુજરાત વહાલી દીકરી યોજના. Gujarat Vahai Dikri Yojana 2024 ,આ વહાલી દિકરી યોજના માટે વિગતવાર માહિતી નીચે આપેલ છે તે સંપૂર્ણ રીતે શાંતિથી વાંચવી.
Gujarat Vahali Dikri Yojana ગુજરાત સરકાર તરફથી દીકરી ના શિક્ષણ અને લગ્ન બંને માટે આર્થિક રીતે મદદરૂપ થવાના લક્ષ્યથી વહાલી દીકરી યોજના 2024 ની શરૂઆત કરવામાં આવેલ છે.
ગુજરાત સરકાર તરફથી બહાર પાડેલ આ વાલી દિકરી યોજનાનું ઉદ્દેશ્ય રાજ્યની દીકરીઓને સક્ષમ અને શિક્ષિત કરવા માટે તેમજ આર્થિક રીતે કુશલ બનાવવાનું તેમજ દીકરીઓને સમાજમાં આત્મનિર્ભરતા બાજુ આગળ લઈ જવાનું છે. સરકારી આ યોજના મુજબ આપવામાં આવતી નાણાકીય સહાયના માધ્યમથી દીકરીઓને ઉચ્ચતમ શિક્ષણ આપવા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આ યોજના દ્વારા પૂરતી મદદ મળી રહેશે.
વાલી દીકરી યોજનાનો ઉદ્દેશ્ય | Gujarat Vahali Dikri Yojana
ગુજરાત વાલી દિકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં રહેતી બધી જ દીકરીઓ માટે તેમના જીવનની નાણાકીય પરિસ્થિતિ અને સમાજમાં સ્થિરતા લાવી શકે તે માટે આ યોજના જાહેર કરવામાં આવેલ છે.
વહાલી દીકરી યોજના
- આ યોજનાના માધ્યમથી, સરકાર તેમને ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે નાણાકીય મદદ આપે છે.
- Gujarat Vahali Dikri Yojana ના દ્વારા દીકરીઓને કુશલ અને આત્મનિર્ભરતા બાજુ લઈ જવા માટે પ્રેરવા માંગે છે જે ખુબ સારું કેવાય,
- દીકરીઓ પોતાના પગ પર ઉભી રહીને પોતાની રીતે પોતાના જીવનમાં કંઈ નવું કરી શકે તો તે સમાજની દ્રષ્ટિએ ઊંચું સન્માનનીય સ્થાન મેળવવા પાત્ર બનશે.
ગુજરાત વાલી દીકરી યોજનાના ફાયદા શું છે?
- વાલી દીકરી યોજનાના ફાયદા એ છે કે દીકરીઓ સારી રીતે શિક્ષિત થઈ શકે છે.
- તેમજ દીકરીઓના લગ્નમાં માતા-પિતા ની મદદરૂપ થાય છે.
- વહાલી દીકરી યોજના 2024 દ્વારા સરકાર પહેલા અને બીજી કેટલીક દીકરીઓ માટે 1,10,000 રકમની નાણાકીય મદદ કરશે.
- વાલી દિકરી યોજના દ્વારા સરકાર તરફથી આપવામાં આવેલ નાણાકીય મદદ એ હપ્તા પ્રમાણે આપવામાં આવે છે.
તેમાં ત્રણ હપ્તા પ્રમાણે નાણાકીય સહાય આપવામાં આવે છે.
- પહેલો હપ્તો દીકરી જ્યારે શાળામાં પ્રવેશ મેળવે છે, તે સમયે .
- બીજો હપ્તો માધ્યમિક શિક્ષણ પૂર્ણ થયા બાદ એટલે કે દસમા ધોરણ પૂર્ણ થઈ ગયા પછી .
- હવે ત્રીજો હપ્તો એટલે કે છેલ્લો હપ્તો જ્યારે દીકરી શિક્ષિત થઈને લગ્ન થાય ત્યારે અથવા તો 18 વર્ષ ની ઉંમર થાય ત્યારે મળે છે.
- ગુજરાત વહાલી દિકરી યોજના નું ઉદ્દેશ્ય દીકરીઓને સારી કેળવણી સારું શિક્ષણ અને આત્મ નિર્ભર બનાવવાનું છે .
ગુજરાત વહાલી દિકરી યોજના માટે યોગ્યતા શુ છે? | Vahali Dikri Yojana
વહાલી દિકરી યોજના અંતર્ગત યોજનાનો ફાયદો દીકરીઓ માટે બહાર પાડવામાં આવેલ છે.
આ યોજના નો લાભ કેવી દીકરીઓને મળી શકે . તેની સંપૂર્ણ જાણકારી નીચે આપેલ છે.
- વહાલી દીકરી યોજના કોઈપણ એક પરિવારની બે દીકરી તેનો લાભ લઈ શકે છે.
- વહાલી દિકરી યોજના નો લાભ લેનાર ના પરિવાર ની વાર્ષિક ઇન્કમ બે લાખ કરતા ઓછી હોવી જોઈએ.
- વહાલી દીકરી યોજનાનો લાભ ગુજરાત ની રહેવાસી દીકરીઓ જ લઈ શકે છે.
- વહાલી દિકરી યોજના નો લાભ લેવા માટે દીકરીઓનું બેંકમાં ખાતું હોવું ખૂબ જ જરૂરી છે
અગત્યના ડોક્યુમેન્ટ : Important documents
વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે અરજી કરતા સમયે કેટલીક મહત્વની સૂચનાને ધ્યાનમા લઈ ને અગત્યના ડોક્યુમેન્ટ કયા કયા છે તે ધ્યાનપૂર્વક વાંચીને પોતાની પાસે રાખો.
અગત્યના ડોક્યુમેન્ટ ની યાદી
- બેટી નો જન્મ નો દાખલો.
- માતા-પિતાનુ આઈડેન્ટી કાર્ડ જેવા કે આધારકાર્ડ પાનકાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ.
- રહેઠાણનો પુરાવો.
- આવક નો દાખલો.
- દીકરી ના નામે બેંક પાસબુક
- હાલ નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
અરજી કઈ રીતે કરવાની ?
વાલી દિકરી યોજના નો લાભ લેવા માટે આપણે ઓનલાઇન અથવા તો ઓફલાઈન બંને રીતે અરજી કરી શકીએ છીએ.
ઓનલાઇન અરજી પ્રક્રિયા નીચે મુજબ છે “
- સૌપ્રથમ પહેલા google પર જાવ ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ વિભાગની ઓફિસિયલ વેબસાઇટ જાઓ. ત્યાર પછી 5000 તમે એક પેજ જોવા મળશે.
- ત્યાં તમે અરજી ફોર્મ ભરી અને માંગેલી માહિતી સાચવીને ભૂલ વગર દાખલ કરો.
- ત્યારબાદ માંગેલ જરૂરી ડોક્યુમેન્ટ ને સ્કેન કરીને સ્ટેપ બાય સ્ટેપ સબમીટ કરો.
- ત્યારબાદ તમને વેરિફિકેશન જોવા મળશે તા ક્લિક કરતા ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ જાય ત્યાર પછી તમારે ઓનલાઇન અરજીને સબમિટ કરો.
વ્હાલી દિકરી યોજના ઓફલાઇન અરજી પ્રોસેસ
- વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે તમારા નજીકમાં આવેલી જિલ્લા મહિલા તેમજ બાળ વિકાસ વિભાગના કચેરીમાં સૌપ્રથમ જાઓ.
- જિલ્લા મહિલા બાળ વિકાસ વિભાગના કચેરીમાં જતા તમને ત્યાં એક અધિકારી જોવા મળશે ત્યાંથી તમે અરજી ફોર્મ લેવો.
- ત્યારબાદ આ અરજી ફોર્મ ધ્યાનપૂર્વક શાંતિથી આખી વાંચીને તેમાં માંગેલ માહિતી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી ફોર્મ ભરી દો.
- ફોર્મ ભરાઈ ગયા બાદ ત્યાં રહેલા અધિકારીને તે જમા કરાવો.
- ત્યારબાદ તમે એ અધિકારી એક રસી જેવું આપશે તે તમે લઈ ને સાચવીને રાખો.
પસંદગી પ્રક્રિયા કઈ રીતે છે?
વહાલી દિકરી યોજનાનો લાભ લેનાર લાભાર્થી અરજી કરેલા ફોર્મ ની તપાસ સ્થાનિક રહેલા અધિકારીઓ તરફથી કરવામાં આવે છે. આ લાભ લેનાર દીકરીઓની યાદી ચોક્કસ તપાસ થઈ ગયા બાદ બનાવવામાં આવે છે.
જે પણ દીકરીઓની અરજી સ્વીકારવામાં આવે છે તેની યાદીમાં નામ લખાય જતાં તેના બેન્ક ખાતામાં નાણાકીય સહાય જાતે જમા કરાવી દેવામાં આવશે.
Offical Website : click here