PAN 2.0: મોદી સરકારે નવા ક્યુ આર કોડ સાથેનું પાનકાર્ડ 2.0 ને મંજૂરી આપી દીધી છે હવે જુના પાનકાર્ડ ની જગ્યાએ QR સાથે new pancard જોવા મળશે જેથી લોકો સરળતાથી ઉપયોગ કરી શકે .
કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે સોમવારે કેબિનેટની બેઠકમાં લેવાયેલા મોટા નિર્ણયો વિશે ચર્ચા કરતા વિગત મુજબ માહિતી આપી કહ્યું કે કેન્દ્ર સરકાર પાન 2.0 લોન્ચ કરશે અને આ પાનકાર્ડ અપડેટ છે. ખાસ કરીને કરદાતાઓની ઓળખ ક્ષતિ કરવા માટેનો મોટો દસ્તાવેજ હવે વધુ લાભદાયક સાબિત થશે.
અશ્વિન વૈષ્ણવ જણાવ્યું કે પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ એ e-governor પહેલ છે. જેનું લક્ષ્ય PAN/TAN સેવાઓને પ્રમાણિકરણ થી લઈને મુખ્ય અને નોન – કોર PAN/TAN સરળ તેમજ સુરક્ષિત બનાવવાનો હેતુ છે. તેને જણાવ્યું કે અમારા પ્રોજેક્ટનું મુખ્ય ઉદ્દેશ્ય કરતાઓને વધુ સારો ડિજિટલ અનુભવ આપવાનો છે. pan card ની આ digital સેવાથી ઘણા લોકોને ખુબજ ઉપયોગી થવાની.
ક્યુ આર વાળો પાનકાર્ડ કરવાનો લક્ષ્ય શું છે ?
- સ્ટ્રીમ લાઇન પ્રક્રિયાઓ : કરદાતાઓની નોંધણીમાં અને સેવામાં સરળ અને ઝડપી બનાવી શકાય.
- ડેટામાં સામ્યતા : બધી જ માહિતી એક જ જગ્યાએ સરળતાથી મળી શકે.
- ઇકો-ફ્રેન્ડલી પ્રયાસ : આ ઇકો -ફ્રેન્ડલી પ્રક્રિયા ઓનલાઇન માધ્યમ દ્વારા કરવામાં આવશે જેથી ખર્ચમાં ઘટાડો કરવા મદદરૂપ થશે.
- સુરક્ષામાં વધારો : સારી રીતે નાગરિકો ના ડેટા સુરક્ષિત રહે તે માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપડેટ કરી ક્યુ આર પાનકાર્ડ 2.0 બહાર પાડવામાં આવેલ છે
જુના પાનકાર્ડ નું શું ? જુના પાનકાર્ડ માં નંબર બદલવાની જરૂર છે?
Modi government projects હેઠળ ₹1,435 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ અંદાજે લગાવવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે જણાવ્યું કે નાગરિકોએ જુના પાનકાર્ડ નો નંબર બદલવાની જરૂરિયાત રહેશે નહીં.
નવા પાનકાર્ડ 2.0 ને હાલમાં પાનકાર્ડ સિસ્ટમમાં સુધારા તરીકે રજૂ કરવામાં આવેલ છે તેમણે વધુ જણાવતા કહ્યું કે નવા પાનકાર્ડમાં સ્કેનિંગની કરવા માટે QR ની સુવિધા પણ ઉમેરવામાં આવેલ છે. જે સંપૂર્ણ રીતે ઓનલાઇન હશે.
શું ક્યુઆર સાથેનું પાન કાર્ડ નિશુલ્ક આપવામાં આવશે ?
હવે ચાલો આપણે જાણીએ કે નવો પાનકાર્ડ જુના પાનકાર્ડ થી કેવી રીતે અલગ હશે. એમાં કયા કયા સુધારા લાવવામાં આવ્યા છે. તે જાણીશું ?
નવું પાનકાર્ડ જુના પાનકાર્ડ થી કઈ રીતે અલગ પડે છે તે પાનકાર્ડ 2.0 પ્રોજેક્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા QR કોડ એ પાનકાર્ડમાં એક મોટો ફેરફાર જોવા મળશે.
કરદાતાઓની નોંધણી કરી ઘણા પ્રકારના લાભો આપણને મળશે
ડિજિટલ પાનકાર્ડ ની સુવિધા એ સંપૂર્ણપણે ઓનલાઇન હોવાના કારણે તેને લગતી તમામ સેવાઓ સહેલાઈથી મળી રહેશે આ સિવાય પાનકાર્ડ ધારકોની માહિતી પણ સુરક્ષિત અને સચવાયેલી રહેશે. તેમજ સૌથી અગત્યની વાત એ છે કે કરદાતાઓને QR પાન કાર્ડ ફ્રી માં આપવામાં આવશે.
QR -પાનકાર્ડ કઈ રીતે બનાવવું ?
અહીં જણાવવામાં આવે છે કે નવું પાનકાર્ડ જે 2.0 એ પ્રોજેક્ટ હેઠળ બનાવામા આવેલ જૂનું પાનકાર્ડ 1.0 પ્રોજેક્ટ નું અપડેટ વર્ઝન છે. આ પાનકાર્ડ બનાવવા માટે કરદાતાઓએ અલગથી કંઈ પણ પૈસા ચૂકવવાના રહેશે નહીં અને આ નવા પાનકાર્ડ બનાવવા માટે કઈ પણ જવાની જરૂર નથી. તમે આ નવું પાનકાર્ડ ઓનલાઇન પ્રક્રિયાથી સરળતાથી નિશુલ્ક રીતે બનાવી શકો છો.
Yas